૧૭૬૬૦ની રોકડ સાથે જુગારીઓ ઝડપાયા મોરબી:મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે મોડીરાત્રે માધાપર ગમે દરોડો પડી જુગારીઓને ઝડપી લઈ રૂપિયા ૧૭૬૬૦ની રોકડ જપ્ત કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના માધાપર ગમે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી મળતાં એ ડિવિઝન ડી સ્ટાફે માધાપર શેરી નંબર ૧૧ માં દરોડો પડ્યો હતો. જુગારના આ દરોડામાં કિશન પોપટ ભરવાડ,મયુર ગોપાલ,સતીશ રાજુભાઇ સહિતના શખસો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા જેમની પાસેથી પોલીસે ૧૭૬૬૦ની રોકડ કબ્જે કરી હતી. પોલીસે આ મામલે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ ડી સ્ટાફના મણિલાલ ચલાવી રહ્યા છે.