મોરબી : લોકસભાનાં સાંસદ અને સર્વ કલાનાં તજજ્ઞ કલાકારોનાં માનીતા પરશોત્તમભાઈ રૂપાલા દ્વારા આયોજિત અમરેલી જિલ્લા કક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા 2026 અમરેલી ખાતે 4, 5 જાન્યુઆરીએ યોજાઈ હતી. વિવિધ સ્પર્ધામાં જિલ્લાનાં 3600 થી વધુ કલાકારોએ ભાગ લઈ કલાનાં કામણ પાથર્યા હતા. જેમાં લગ્નગીત અને લોકગીત સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે મોરબીના નિર્ણાયક અને જાણીતા લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરાએ સેવા આપી હતી. જેમાં સાથી નિર્ણાયકગણમાં શ્યામભાઈ મકવાણા રાજેશ્રીબેન પરમાર, કનુભાઈ વાળા, માવજીભાઈ કાબરીયાએ પણ જોડાયા હતા.