સીપાઇ મહોલ્લામાં ઈદ પહેલા ઈદનો માહોલ (આમદશા શાહમદાર દ્વારા) મોરબી : મોરબી સીપાઇ મસ્જીદ માં સૌ પ્રથમવાર જસ્ને શબીના નો નુરાની જલ્સો તા.૯.૬.૨૦૧૮ ને શનિવાર તથા તા.૧૦.૬.૨૦૧૮ ને રવિવાર ના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ યોજવામા આવ્યો હતો જેમા હાફીઝ વકારી જનાબ અબ્દુલ મજીદ રજવી (યુ.પી) ખતીબો ઈમામ સીદીકી મસ્જીદ મોરબી તથા હાફાઝ વકારી જનાબ મુસરૅત અહેમદ અમદાવાદ તથા હાફીઝ વકારી જનાબ મુહમ્મદ અકરમ સાહેબ અમદાવાદ ની નુરાની જબાનથી કલામે પાક ની તીલાવત કરી તમામ નમાજી ઓને ઈમામ ની દોલતથી તરબતર કરી દીધાહતા અને સીપાઈ મોહલ્લા માં ઈદ જેવો માહોલ સર્જી દીધો હતો સાથે સાથે તમામ નમાજી ભાઈ ઓએ પણ દીલો જાનથી આ જલ્શામાં સામીલ થઈ અલ્લાહા તાલાની બારગાહમાં તેમના ઈમાન નુ સબુત પેસ ક્યુ હતુ આ નુરાની જલ્શાને કામ્યાબ બનાવવા સીપાઇ મોટી જમાત ના પ્રમુખ જનાબ રહીમભાઈ ખોખર તથા સીપાઇ યુવા કમીટીના તમામ સભ્યો એ રાત દીવાસ તન મન ધનથી ભાગ લઇ આ જલ્શાને ચાર ચાંદ લગાવી દીધા હતા.