મોરબી : દર વર્ષની માફક આ વર્ષે જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને એક્સાઇઝ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. લાયન્સ નગર પ્રા.શાળા, માળીયા, વનાળિયા સોસાયટીના 257 વિધાર્થીઓને, લખધીર સિંહજી પ્રા.શાળા દરબાર ગઢના 123 વિદ્યાર્થીઓને તથા સહકારી પ્રા.શાળા, જેલરોડના 106 વિદ્યાર્થીઓને આમ શાળાના કુલ 486 વિદ્યાર્થીઓને તેમજ અન્ય 14 વિદ્યાર્થીઓ મળીને કુલ 500 વિદ્યાર્થીઓને જોય ઑફ ગિવિંગ મોરબી દ્વારા દાતાઓનાં સહકારથી આ સહાય કરવામાં આવી હતી. ગ્રૂપના સ્થાપક સભ્યો ઘનશ્યામભાઈ અઘારા, અજયભાઇ અનડકટ, સીતારામભાઇ રામનુજ, ભવિપ્રસાદ રાવલ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં દાતા પક્ષ તરફથી શ્રી રમેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેલ. [gallery ids='61169,61170,61171,61172']