મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 7.5 અને ટંકારામાં 9 ઇંચ પાણી વરસી ગયું છે.હાલ મોરબી અને ટંકારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી અને ટંકારામાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. સવારે 6 થી બપોરે 12 સુધીનો વરસાદ મોરબી - 189 mm ટંકારા - 224 mm માળીયા - 54 mm વાંકાનેર - 78 mm હળવદ - 47 mm નોંધ : 25 mm એ એક ઇંચ વરસાદ થાય