સંઘના મંત્રી અને ઉપપ્રમુખની પણ નિયુક્તિ મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ કુંભરવાડિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણુકને તમામ સદસ્યોએ આવકારીને ભગવાનજીભાઈને અભીનંદન પાઠવ્યા છે. મોરબી જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભા મળી હતી. જેમાં સંઘના વર્તમાન પ્રમુખ કે.બી. ઉભડિયાની વય નિવૃતી થતી હોવાથી સંઘના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે ભગવાનજીભાઈ કુંભારવાડીયાની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે સંઘમાં મંત્રી તરીકે વિશાલભાઈ ગોધાણી તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુભાઇ પીઠીયા અને નૈમૂદીન શેરસિયાની નિયુક્તિ કરવામાં આવી હતી. નવા હોદેદારોની વરણીએ તમામ સદસ્યોએ આવકારીને નવનિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34524,34526,34525']