મોરબી : આવતી કાલે શનિવારે મોરબી જિલ્લા સરપંચ એસોસીએશન દ્વારા ગોઠવવામાં આવેલ મિટિંગ હાલે સમગ્ર વિશ્વમા ફેલાયેલ કોરોના વાઇરસની મહામારીને લીધે મોકૂફ રાખવામાં આવી છે. આગામી મીટીંગ માટેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ સરપંચોની શનિવારે રાખવામાં આવેલી મિટિંગ નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવી છે. કોરોના ઇફેક્ટને લઈને તકેદારીના ભાગરૂપે આ મિટિંગ રદ કરાઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે.