લોકોને પોલીસની જુદી-જુદી સેવાઓ માટે પોલીસ મથક સુધી નહીં જવું પડે મોરબી : રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશ અન્વયે મોરબી પોલીસ દ્વારા નાગરિકો માટે સીટીઝન પોર્ટલ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેથી હવે લોકોને એફઆરઆઇની નકલ, એનઓસી, પોલીસના પ્રમાણપત્રો જેવી બાબતો માટે પોલીસ મથક સુધી ધક્કો ખાવાને બદલે ઘેરબેઠા ઈન્ટરનેટના માધ્યમથી જ પોતાની કામગીરી કરી શકશે. ગુજરાત સરકાર (ગૃહ વિભાગ) નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત પોલીસની કાર્યદક્ષતા તેમજ કાર્યકુશળતા સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉપરોકત સંદર્ભે ગુજરાત સરકાર દ્રારા તા.૦૪/૧૦/૨૦૧૭ના રોજથી સીટીઝન પોર્ટલ (Citizen Portal) શરૂ કરવામાં આવેલ છે. જેની લીંક https://gu/home.gujarat.gov.in/portal છે. સીટીઝન પોર્ટલ (Citizen Portal) અંતર્ગત નાગરીકોને પોલીસની કેટલીક સેવાઓ ઇન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા મેળવી શકે છે. આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ સેવાઓમાં નાગરીકો પોતાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ૧૬ સેવાઓ ઓનલાઇન મેળવી શકશે. નાગરીકોને આ સેવાઓનો ઉપયોગ કરવા માટે આ પોર્ટલમાં પોતાની નોંધણી કરાવવી ફરજીયાત છે. જેમાં નાગરીકે પોતાનું નામ, સરનામું, કોન્ટેક નંબર વગેરે માહિતી આપવાની રહેશે. દરેક નાગરીકે પોતાની યુનિક યુઝરનેમ તથા પાસવર્ડ મળી રહેશે. સીટીઝન પોર્ટલ દ્વારા ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં નોંધાયેલ એફ.આઇ.આર.ની માહિતી પરથી સામાન્ય જનતા એફ.આઇ.આર.ની કોપી આ સેવાની મદદથી ઓનલાઇન મેળવી શકશે, આ સેવાઓની મદદથી કોઇપણ નાગરીક પોતાની અરજી તથા અન્ય માહિતી, ચોરાયેલ/ગુમ થયેલ મિલ્કતોની અરજી અને ગુમ થયેલ વ્યકિતની અરજી ઓનલાઇન આપી શકે છે, આ સેવાઓની મદદથ કોઇપણ નાગરીક સિનિયર સીટીઝનની નોંધણી, ડ્રાઇવરની, સ્થાનીક મદદ (ઘરઘાટી) કે ભાડુઆતની નોંધણી પણ કરાવી શકશે. ઉપરાંત ઓનલાઇનના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) અને પોલીસ ચકાસણીનું પ્રમાણપત્ર મેળવી શકશે. સીટીઝન પોર્ટલ દ્વારા ગુમ થયેલ વ્યકિતની માહિતી, ચોરાયેલ તથા પાછી મળેલ મિલ્કતની માહિતી, ધરપકડ વોન્ટેડ વ્યકિતની માહિતી અને બિનવારસી લાશની માહિતી પણ ઓનલાઇન મેળવી શકાશે. જેથી ઉપરોકત પોર્ટલમાં નાગરીકો પોતાની ફરીયાદોનું ટ્રેકીંગ પણ કરી શકે છે. જેથી આ ઓનલાઇન સુવિધાઓનો સીટીઝન પોર્ટલ પર અરજદારની અરજી સબમિટ થયા પછી અરજદારને યુનિક નંબર મળશે વધુમાં વધુ લાભ સામાન્ય જનતા લે તો તેમને પોલીસ સ્ટેશને જવાની જરૂર રહેશે નહિ તેમ મોરબી જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.