મોરબી જિલ્લા પોલીસ પરિવાર આયોજિત ગરબીમાં એસપી રાસ ગરબે ઘૂમ્યા ગઈકાલે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિતે સ્વચ્છતા અને ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કરાયાં મોરબી : મોરબીમાં નવરાત્રી શરૂ થતાની સાથે શેરીએ ગલીએ રાસ ગરબાની રંગત જામી રહી છે.ત્યારે લોકોની સુરક્ષાની જવાબદારી માટે સતત દોડદામભરી જીવનશૈલી જીવતા મોરબી પોલીસ દ્વારા પણ મા શક્તિના આરાધના માટે પ્રાચીન ગરીબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ પરિવારના સભ્યો સાથે શહેરીજનો સલામતીપૂર્વક વતાવરણમાં રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે.સાથેસાથે પોલીસ પરિવાર દ્વારા સ્વચ્છતાનો સંદેશ અને ટ્રાફિકના નિયમીની જનજાગૃતિ પણ ચલાવવામાં આવી રહી છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સામાકાંઠે આવેલ તાલુકા પોલીસ લાઈન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ પ્રાચીન ગરબીમાં પ્રાચીન ઢબથી રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરવામાં આવે છે. પોલીસ પરિવારના સભ્યો સાથે શહેરીજનો રાસ ગરબે રમીને મા આદ્યશક્તિની આરાધના કરી રહ્યા છે.જેમાં ગઈકાલે રાત્રે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વધેલા।, પીઆઇ આર.જે ચૌધરી, આઈ. એમ. કોંઢીયા, જે.એમ. આલ, પીએસઆઇ વાઘેલા, બી.વી.ઝાલા, એમ.વી. પટેલ, જે.ડી. ઝાલા। આર.એ. જાડેજા,એ.બી. જાડેજા સહિતના પોલીસ અધિકારી અને પોલીસ પરિવારના સભ્યો સાથે આ પ્રાચીન ગરબીમાં રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.જોકે ગઈકાલે રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીની 150 જન્મજયંતિ હતી.આથી આ પોલીસ પરિવાર દ્વારા ગાંધીજીના જન્મદિવસ નિમિતે લોકો તેમનો સ્વચ્છતાનો જીવનમંત્રને આત્મસાત કરે તેવા હેતુસર પ્રાચીન ગરબીમાં સ્વચ્છતાના બેનર લગાવીને જાગૃત કરવામાં આવ્યા હતા.તેમજ ટ્રાફિકના નિયમોના પાલન વિશે પણ સમજણ આપવામાં આવી હતી.