સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કાર્યવાહી મોરબી : રાજય સરકાર દવારા જન ભાગીદારીને જોડી શરૂ થયેલા મહા જળ સંચય અભિયાન હેઠળ વધુમાં વધુ જળ સંગ્રહ થાય તેમજ પાણીનો વ્યય અટકાવવાના કામો ચાલી રહયા છે. જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની મુખ્ય લાઈનોની ચકાસણી કરી જળ બચત અભિયાનની કામગીરી કરી હતી. પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ જળ સંચય અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પીવાના પાણીનો વ્યય અટકે તે માટે પાણી પુરવઠા બોર્ડ દવારા એરવાલ્વ સફાઇકામ, પાણી પાઇપ લાઇન મરામત કામ તથા તેને આનુસાંગીક કામો હાથ ધરાયા છે. જિલ્લામાં આવેલા ૭૬૧ વાલ્વ પૈકી ૫૫૦ વાલ્વ રીપેરીંગ કરી પાણીનું લીકેજ બંધ કરવામાં આવેલ છે. જયારે જિલ્લામાં પીવાના પાણીની પાઇપ લાઇનનું મરામત કામ પૂર્ણ કરવામાં આવ્યુ હોવાનું પાણી પુરવઠા બોર્ડ મોરબી દવારા જણાવાયું છે.