મોરબી : લાંબા સમય બાદ આવતીકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ રહી હોય વાદ વિવાદો વચ્ચે આવતીકાલની સાધારણ સભા ઉપર સૌની મીટ મંડાઈ છે. કોંગ્રેસ બહુમતી વાળી મોરબી જિલ્લા પંચાયતમાં સતાની સાઠમારીમાં કોંગ્રેસ જ કોંગ્રેસની વેરી બની છે ત્યારે આવતીકાલે બપોરે ૪ વાગ્યે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી રહી છે, લાંબા સમય બાદ મળી રહેલ સામાન્યસભામાં જૂની સમિતિનું વિસર્જન અને અન્ય સમિતિઓની રચના સહિતના મુદા એજન્ડામાં લેવાયા છે ત્યારે આવતીકાલે મળનારી સામાન્ય સભા ઉપર સૌની મીટ મંડાઈ છે.