કારોબારી બેઠકમાં બિનખેતી 22 ફાઇલનો નિકાલ કરાયો મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં 2018-19ના વર્ષનું બજેટ સહિતના બિનખેતીની ફાઈલો અને રોસ રસ્તા રીપેરીંગના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા હતા. આજની મિટિંગમાં રજુ કરાયેલા બજેટને કારોબારી સમિતિએ મજૂરી આઓપી હતી હવે આ બજેટ આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે મોરબી જિલ્લા પંચાયતમાં આજે ચેરમેન કિશોર ચીખલીયાની અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળી હતી. જેમાં ડીડીઓ એસ.એમ.ખટાણાના માર્ગદર્શન 2017 -18ના વર્ષનું સુધરેલું તેમજ 2018-19ના વર્ષનું.રૂ. 603.80 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. હાલ આ બજેટમાં ઉઘડતી સિલક રૂ.8.53 કરોડ સ્વ ભંડોળની આવક 8.04 કરોડ દર્શાવવામાં આવી હતી. જ્યારે કુલ બજેટમાં 804.04 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.તો ખર્ચમાં રૂ. 5.20 કરોડ પંચાયત અને વિકાસ, શિક્ષણ માટે 73.34 લાખ, રૂ.3.51લાખ આરોગ્ય અને પરિવાર,રૂ.12.61 લાખખેતીવાડી અને પશુપાલન, સમાજ કલ્યાણ, સિંચાઇ,જાહેર બાંધકામ સહિતના કામમાં ફાળવાયા છે.આગામી સમયમાં જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં આ બજેટ રજૂ થશે જ્યાં જરૂરી સુધારા વધારા સાથે બજેટને મંજૂરીની મહોર મારવામાં આવશે. આજની બેઠકમાં કારોબારીના 8 સભ્યો પૈકી 6 સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં સભ્ય હરદેવસિંહે ગ્રામ્ય વિસ્તારોમાં નબળા રોડ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તો આ બેઠક પ્રમુખ પક્ષ તરફથી માળિયાના કેરાડી ફાટસર તેમજ હળવદના ઇશનપરના રોડ રિપેર માટે મજુરી અપાઇ હતી. જયારે બેઠકમાં આજની કારોબારી સમિતિની બેઠકમાં કારોબારી સમિતિના અધ્યક્ષ સ્થાને થી રહેણાંક ની 8,વાણિજય ની 11 ઉધોગની મળી 22 ફાઈલને બિનખેતી માટે મંજુર કરાઈ હતી.