મોરબી : આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ ટોબેકો કંટ્રોલ સેલ જિલ્લા પંચાયત મોરબી દ્વારા યુ.એન. મહેતા કોમર્સ કોલેજ મોરબી ખાતે ટોબેકો અવેર્નેશ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિષ્ણાત તબીબો અને અધિકારીઓ દવારા તમાકુનો ઉપયોગ કરવાથી થતા રોગો અને તેમની ગંભીર અસર બાબતે કોલેજના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ તમાકુ ખાવાથી અને ધુમપાન કરવાથી કૌટુંબિક તથા આર્થીક તેમજ સામાજિક રીતે કઇ રીતે નુકશાન થાય છે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ તમાકુ ખાવું અને ધુમ્રપાન કરવુ તે કયારેક મોતને પણ આમંત્રણ આપવા સમાન છે તે અંગે વિધાર્થીઓ અને વિધાર્થીનીઓને માહિતગાર કરવામાં આવેલ હતા કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. એલ.એમ કંઝારીયા તથા કોલેજના અન્ય પ્રોફેસરગણ તેમજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર હર્ષદ આર. સનારીયા તથા વિશાલ કંઝારીયા વગેરે સાથે મળી યુવાનોમાં વ્યસન મુક્તિ અંગેનો સંદેશ મળે અને યુવાપેઢી વ્યસન મુકત બને તે અંગે સારી રીતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું આરોગ્ય શાખાના જિલ્લા પંચાયત મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ..જી. લકક્ડ એ આ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકો વ્યસન મુકત બને તે અંગે અપિલ કરી હતી.