મચ્છુ-3 ડેમ 67 ટકા, ડેમી-3 ડેમ 77.65 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 75 ટકા અને બ્રાહ્મણી-2 ડેમ 89 ટકા ભરાયો મોરબી : મોરબી જિલ્લામા છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે દશ પૈકી છ ડેમો ઓવરફલો થયા છે. ઉપરાંત પાંચ ડેમોના દરવાજા પણ હાલ ખુલ્લા છે. બાકીમાં 4 ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છુ-3 ડેમ 67 ટકા, ડેમી-3 ડેમ 77.65 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 75 ટકા અને બ્રાહ્મણી-2 ડેમ 89 ટકા ભરાયો છે. મોરબી જિલ્લામા ગત શુક્રવાર અને શનિવાર દરમિયાન ભારે વરસાદ પડતા મોરબી જિલ્લાના 10 ડેમોમાંથી મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-1, ડેમી-2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમ ઓવરફ્લો થયા છે. તમામ ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છુ-1મા 2475 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 0.15 મીટર ઓવરફ્લો થયો છે. જ્યારે મચ્છુ-2 ડેમમા 646 ક્યુસેક પાણીની આવક થતા પાણીનો જથ્થો 3104 એમસીએફટી થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થતા હાલ એક દરવાજો એક ફુટે ખોલવામાં આવ્યો છે. આ ઉપરાંત મચ્છુ-3 ડેમમાં 837 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં પાણીનો જથ્થો 191 એમસીએફટી થયો છે. હાલ ડેમ 67 ટકા ભરાયો છે. અને ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 783 એમસીએફટી થતા ડેમ 0.10 મિટર ઓવરફ્લો થયો છે. ડેમી-2 ડેમમાં 1454 ક્યુસેક પાણીની આવક થતા પાણીનો જથ્થો 753 એમસીએફટીએ પહોંચ્યો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થતા એક દરવાજો બે ફૂટે ખોલવામાં આવ્યો છે. ડેમી-3 ડેમમાં 705 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં પાણીનો જથ્થો 263 એમસીએફટીએ પહોચ્યો છે. હાલ ડેમ 77 ટકા ભરાયો છે. ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો છે. ઘોડાધ્રોઇ ડેમમા પાણીની આવક 5854 ક્યુસેકની થતા ડેમમાં 243 એમસીએફટી પાણીનો જથ્થો એકત્ર થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. અને ડેમના 2 દરવાજા 3 ફૂટે ખોલવામાં આવ્યા છે. બંગાવડી ડેમમાં 814 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમમાં 130 એમસીએફટી પાણીનો જથ્થો એકત્ર થતા ડેમ ઓવરફ્લો થયો છે. બ્રાહ્મણી-1 ડેમમાં 1423 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમમાં 1565 એમસીએફટી પાણીનો જથ્થો એકત્ર થયો છે. હાલ ડેમ 63 ટકા ભરાઈ ગયો છે. જયારે બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની કોઈ આવક નોંધાઇ નથી. હાલ ડેમમાં 359 એમસીએફટી પાણીનો જથ્થો છે. ડેમ કુલ 89 ટકા ભરાયેલો છે. [gallery ids='65531,65530']