મોરબી : તા.૧/૧/૨૦૧૮ના લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૮ તા.૨૨ જાન્યુ થી તા.૧૨ ફેબ્રુઆરી સુધીનો નકકી કરેલ છે જે અંતર્ગત આગામી ૧૧ મીએ જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર નવા મતદારો નામ નોંધાવી શકશે ઉપરાંત સુધારા, વધારા પણ કરાવી શકશે. ચૂંટણી પંચની સુચનાનુસાર હાલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે જે અન્વયે અગાઉ તા. ૪ ફેબ્રુઆરીએ બુથ ઉપર જ મતદાર નોંધણી ઝુંબેશ રાખવામાં આવી હતી પરંતુ હવે આ ખાસ ઝુંબેશનો દિવસ તા.૧૧/૨/૨૦૧૮(રવિવાર) ના રોજ નકકી કરેલ છે. તે દિવસે મોરબી જીલ્લાના ત્રણેય વિધાનસભા મતદાર વિભાગોમાં બી.એલ.ઓ દ્વારા સવારે ૧૦.૦૦ કલાક થી સાંજે ૦૫.૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન ફોર્મ નં.૬, ફોર્મ નં.૭, ફોર્મ નં.૮, ફોર્મ નં.૮(ક)ના ફોર્મ સ્વીકારવામાં આવશે. જેથી લાયકાત ધરાવતા તમામ વ્યકિતઓ મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે, આ માટે આપના નજીકના મતદાન મથકે જઈ બી.એલ.ઓ.નો સંપર્ક કરવા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મોરબી આઈ.કે.પટેલ દ્રારા જણાવાયું છે.