હળવદ પંથકમાં ત્રીજા દિવસે ૪.૬૪ લાખની વીજચોરી ઝડપાઇ મોરબી : મોરબી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ૪.૬૪ લાખની વીજચોરી પકડી હતી. પીજીવીસીએલ કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ હળવદ તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં કુલ ૨૪ ટીમો બનાવીને કુલ ૩૫૮ કનેક્શનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી ચેકિંગ દરમિયાન ગેરરીતી જણાતા ૪.૬૪ લાખ જેટલો દંડ પીજીવીસીએલ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. આમ મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે માળિયા-હળવદ પંથકમાં વીજ દરોડા પાડી ૧૦ લાખથી વધુની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.