મોરબી શહેર વર્તુળ કચેરીની ટુકડીઓએ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારો ધમરોળી વીજ ચેકિંગ કર્યું મોરબી: મોરબી જિલ્લામાં આજે સતત બીજા દિવસે પીજીવીસીએલે દરોડા પાડ્યા હતા. મોરબી શહેર વર્તુળ કચેરીની ૨૪ ટુકડીઓએ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગ કરી રૂ.૬.૫૫ લાખની વીજ ચોરી પકડી પાડી હતી. મોરબી પંથકમાં આજે ફરી વીજ ચેકીંગ અર્થે પીજીવીસીએલની ટુકડીઓ ત્રાટકી હતી.મોરબી શહેર વર્તુળની ૨૪ ટુકડીઓએ આજે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારને ધમરોળીને વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.ચેકીંગ દરમિયાન કુલ ૬.૫૫ લાખની વીજ ચોરી સામે આવી હતી. મોરબી શહેર વર્તુળ કચેરીની ટુકડીઓએ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૪૦ વિજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાંથી ૬૧ કનેકશનોમાં ગેરરીતિ થતી હોવાનું માલુમ પડ્યું હતું.આ કનેકશનોને રૂ.૬.૫૫ લાખનું એસેસમેન્ટ ફટકારવામાં આવ્યું હતું.