\મોરબી : ચાલુ માસમા જુદા-જુદા સમાજના વિવિધ હોદેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીલક્ષી કાર્યક્રમો આપવામાં આવતા હોય તેમજ આમજનતા દ્રારા નગરપાલીકા તથા કલેકટર કચેરી ખાતે સરઘસ અને આવેદનપત્ર આપે તેવી શકયતાઓ મંજૂરી વગર સભા સરઘસ બંધી ફરમાવી ચારથી વધુ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ ફરમવાયો છે. જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૦૧-૨૦૧૮સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી. સરકારશ્રી દ્વારા આયોજીત રાજય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ નિમીતેના કોઈપણ કાર્યક્રમને સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને,કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.