મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને જાહેરમાર્ગો ઉ૫ર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મોરબી : મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિ અને તેની નજીકનાં દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકનાં અવર-જવરને અવરોધ થાય છે. કેટલીક વખત જીવલેણ અકસ્માતો પણ થતા હોય જાહેર માર્ગો પર પતંગ ઉડાવવાની મણિ ફરમાવી ચાઈનીઝ દોરા - તુકકલ વેચાણ અને સંગ્રહની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સંદર્ભમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતન પી.જોષી મોરબી, જિલ્લો મોરબી એ તા.૨૮/૧/૨૦૧૮ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે. કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇપણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા તથા પ્લાસ્ટીક/સિન્થેટીક, ચાયનીઝ દોરાનો તેમજ કાચ લગાડેલ કે કાચ પાયેલ દોરાનો પતંગ ઉડાડવાના હેતુથી વેચાણ કરવા તથા પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે તથા ચાઈનીઝ તુક્કલની આયાત, ખરીદી, વેચાણ તેમજ તેના સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવેલ છે. ઉપરોક્ત હુકમ મોરબી જિલ્લામાં/નગરપાલિકા વિસ્તાર/ગ્રામ્ય વિસ્તાર સહિતના સમગ્ર વીસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.