મોરબી:મોરબી ખાતે ચાલુ માસમાં જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા ચાલુ માસમાં યીજનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા ૧૫થી૩૫ વર્ષના સ્પર્ધકોએ આગામી તા.૧૮/૯ સુધીમાં નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,હંટર ટ્રેનિંગ કોલેજ છાત્રલય,શક્તિ ચોક,ગેસ્ટ હાઉસ રોડ મોરબી ખાતે મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.