મોરબી: પૂરઅસરગ્રસ્ત મોરબી જિલ્લાને અતિવૃષ્ટિથી વ્યાપક નુકશાન પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ તાકીદે ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી છે. જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયાના જણાવ્યા મુજબ અતિવૃષ્ટિને કારણે જિલ્લક પંચાયત હસ્તકના ચેકડેમ-તળાવો અને રોડ રસ્તાને વ્યાપક નુકશાં પહોંચ્યું હોવાથી તાકીદે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે જેથી કરીને નુકશાન પામેલી મિલકતોની મરામત કરી શકાય.