શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન : મોરબીમાં ૨૦૫, વાંકાનેરમાં ૪૭ અને હળવદમાં બાવન વકીલોએ કર્યું મતદાન મોરબી : મોરબી જિલ્લામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં બપોરે ૩:૩૦ કલાકે સંપન્ન થયું હતું. જિલ્લામાં સરેરાશ ૬૨.૨૯ ટકા જેટલું મતદાન યોજાયું હતું. મોરબી જિલ્લામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દર પાંચ વર્ષે યોજાતી ચુંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં બપોરે ૩:૩૦ વાગ્યે પૂર્ણ થયું હતું. જેમાં સરેરાશ ૬૨.૨૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.મોરબી માં ૩૩૬ માંથી ૨૦૫ વકીલો એ મતદાન કર્યું હતું. વાંકાનેર માં ૮૪માંથી ૪૭ વકીલોએ અને હળવદ ખાતે ૬૮ માંથી બાવન વકીલોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બાર કાઉન્સિલ ઓફ મોરબીના પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી બાબુલાલ હડીયલ , ઉપપ્રમુખ મનિષ જોષી, જોઇન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા કારોબારી સભ્ય કેતનભાઇ ટીડાણી, ઊદયરાજસિંહ જાડેજા, મહાવીર સિંહ જાડેજા તેમજ ચુંટણી અઘિકારીઓ ભાવેશભાઇ જે.ભટ્ટ અને મનસુખભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી.