મોરબી : મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા બાળકોના અધિકારો અને કાયદા અંગે સમજણ આપવામાં આવી હતી અને અધિકારીઓએ બાળ સુરક્ષાના કાયદાની સાથે વિવિધ સરકારની બાળલક્ષી યોજનાઓ અને ખાસ દિવ્યાંગો માટેની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. સંકલિત બાળ સુરક્ષા યોજના અન્વયે જિલ્લા બાળ સુરક્ષા કચેરી મોરબી દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં બાળકો સાથે સંકલન સાધવાના તથા બાળકોના મૂળભુત અધિકારો અને આઈ.સી.પી.એસ. યોજના વિશે પ્રચાર-પ્રસાર કરવાના હેતુથી ટંકારા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે પ્રભુ ચરણ આશ્રમ ટંકારા ખાતે આઈ.સી.પી.એસ. પોકસો, જે.જે.એકટ ૨૦૧૫ તેમજ બાળલગ્ન, બાળમજુરી, દતક વિધાન બાળકોની વિવિધ યોજનાઓ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના કાર્યો તથા ભૂમિકાઓની સમજણ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટેની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ.પીપલીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, રીતેશભાઈ ગુપ્તા તથા સમીરભાઈ લધડ, હિમાંશુભાઈ જાની હાજર રહ્યા હતા .