જીલ્લા પ્રમુખ પદે જીજ્ઞેશ ભાઈ વિસાવડીયા અને શહેર પ્રમુખ પદે કમલ ભાઈ દવેની નિમણૂંક મોરબી: રામ નવમીના પાવન પર્વ ના દીવસે વિશ્વ હીન્દુ પરિષદ ની બેઠક મળેલ જેમા વિશ્વ હીન્દુ પરિષદ જીલ્લા અધ્યક્ષ દીગુભા ઝાલા, જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી, શહેર અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પુજારા , શહેર મંત્રી નિર્મિત કક્કડ તથા પૂર્વ અધ્યક્ષ ગીરીશ ભાઈ ઘેલાણી દ્વારા બજરંગ દળ ના હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવા મા આવી હતી.. બજરંગ દળ જીલ્લા પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ વિસાવડીયા, ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ શેઠ તેમજ મોરબી શહેર પ્રમુખ તરીકે કમલભાઈ દવે, ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ પરમાર, ચેતનભાઈ પરમાર ની વરણી કરવા મા આવી હતી. બજરંગ દળ ગૌરક્ષા દળ મા કરણભાઈ પરમાર, કૃષપભાઈ રાઠોડ તેમજ દીપરાજભાઈ ચૌહાણ ની વરણી કરવા મા આવી હતી. તેમજ સત્સંગ પ્રમુખ તરીકે રોહીતભાઈ સોની ની નિમણુંક કરવા મા આવી હતી.તમામ નવ નિયુક્ત હોદેદારો ને ઉપસ્થિત મહાનુભવો એ શુભેચ્છા પાઠવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='20550,20551']