મંડળના તમામ હોદેદારોની નિયુક્તિ : વરણી પામેલા હાદેદારો પર અભિનંદનવર્ષા મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સાધારણ સભા પ્રમુખ પ્રો. રામભાઈ વારોતરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મંડળના નવા પ્રમુખ તરીકે અજયભાઈ ડાંગર , મંત્રી તરીકે મયૂરભાઈ ગજીયાની તેમજ અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળની સામાન્ય સભામાં માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકાના આહીર જ્ઞાતિના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા આઠ વર્ષથી સમાજમાં સક્રિય રીતે કામગીરી કરી રહેલા આ મંડળના ગત વર્ષના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે નાણાકીય હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભા મંડળના પ્રમુખ પ્રો. રામભાઈ વારોતરિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભામાં આગામી વર્ષના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંડળ પ્રમુખ તરીકે અજયભાઈ ડાંગર, મંત્રી તરીકે મયુરભાઈ ગજીયા, ઉપપ્રમુખ તરીકે વિક્રભાઈ ડાંગર અને ધીરુભાઈ મિયાત્રા, સહમંત્રી તરીકે વિનયભાઈ વાંક અને ગૌરાંગભાઈ ગોહેલ, સંગઠન મંત્રી તરીકે રણધીરભાઈ ડાંગરની નિયુક્તિ કરવામાં આવી હતી.