મોરબી : મોરબીના ઝીકીયારી ચકમપર ગામ નજીક એક કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી જતા પલટી મારી જતા કારચાલકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ખરેડા ગામનો હાર્દિક જગદીશભાઈ રજોડીયા નામનો યુવક અને તેનો મિત્ર રાહુલ શુક્રવારે રાત્રીના સમયે ચકમપર ગામ પાસે તેના ડ્રાઈવરને લેવા તેની જીજે૧૨ બીઆર ૭૬૦૭ નંબરની કારમાં જતા હતા તે દરમિયાન ઝીકીયારી ચકમપર ગામ નજીક અચાનક કોઈ વાહન સામે આવી હતા હાર્દિકે કાર પર કાબુ ગુમ્વ્યો હતો અને કાર રોડ નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી. ઘટનામાં હાર્દિકને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા હાર્દિકનું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.