મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ એડમીન સીરામીક એકમના સામે પાણી ભરેલા ખાડા માંથી આજે સવારે અઢી વર્ષની બાળાની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાલાના મૃતદેહ ને પી એમ અર્થે હોસ્પિટલે ખસેડી તપાસ હાથ ધરી છે. અઢી વર્ષની બાળાની પાણી માંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળવાના ચકરારી બનાવ અંગે મોરબી તાલુકા પીએસઆઈ ગોહીલએ જણાવ્યુ હતુંકે મૃતક બળા બાજુના એડમીન સીરામીક માં મજુરી કામ કરતા પરિવાર ની પુત્રી હોવાની ઓળખ મળી છે. હતભાગી બાળા કોઈ બનાવ નો શિકાર બની છે કે કેમ અને બાળાના મોત નું કારણ શું છે ? તે સમગ્ર બાબત પી એમ રિપોર્ટ માં બહાર આવશે અને આ અંગે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.