વારંવાર થતા ટ્રીપિંગ ને પગલે લાખોનું નુકસાન મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલા ઔધોગિક વિસ્તારમાં વિજતંત્ર દ્વારા વારંવાર વિના કારણે પાવર કાપ લાદવામાં આવતા ઉદ્યોગકારો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અને આ સમસ્યા હલ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જેતપર રોડ ઉપર ૧૨૦ જેટલા મોટા અને અસંખ્ય નાના ઉદ્યોગો આવેલા છે અહીં વીજતંત્ર દ્વારા દર મહિને નિયત વિજકાપ સિવાયના દિવસોમાં નાહક પરેશાની રૂપે વિજકાપ લાદવામાં આવતા ઉદ્યોગો મોટી મુશ્કેલી ભોગવી રહ્યા છે. દરમીયાન ખોરી રીતે વિજકાપ અને ટ્રીપિંગને પગલે ઉદ્યોગોને મહિને લાખોનું નુકશન જતું હોય આ વિસ્તારના ઉદ્યોગપતિઓ દ્વારા વિજતંત્રને રજુઆત કરી આ સમસ્યામાંથી મુક્તિ આપવા માંગ કરી હતી.