મોરબી : લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે પણ દેશી દારૂના ધંધાર્થીઓ સક્રિય બન્યા હોય તેમ મોરબી તાલુકાના જેતપર ગામેથી એક આધેડ મહિલાનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રેડ દરમ્યાન મહિલા ફરાર થઈ હોય તેને ઝડપી લેવા પોલીસે શોધખોળ આદરી છે. મોરબી તાલુકાના જેતપર ગામે જી.ઇ.બી.ની નજીકથી 50 વર્ષીય અમૃતબેન જ્યંતીભાઈ માલણીયાદ નામની આધેડ મહિલાનો 50 નંગ દેશી દારૂની કોથળીનો જથ્થો રેડ દરમ્યાન ઝડપાયો હતો. પોલીસ આવ્યાની ગંધ આવતા મહિલા નાસી છૂટી હતી. જેને ઝડપી લેવા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તા.પો.મથકના એ.એસ.આઈ. આર.બી.વ્યાસ ઉક્ત બનાવની તપાસ કરી રહ્યા છે.