મોરબીઃ મોરબીમાં ચાલતી જીવદયા કર્તવ્ય સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત થયેલા શ્વાનના બચ્ચાને સારવાર આપીને નવજીવન આપી માનવતા મહેકાવી છે. શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુળનગર શેરી નં-22માં એક શ્વાનનું બચ્ચું (ગલુડીયુ) રીક્ષાની અડફેટે આવી જતાં પગમાં ઈજા પહોંચી હતી. આ બાબતની જાણ જીવદયા કર્તવ્ય સંસ્થાને થતાં તાત્કાલિક થોડી જ મિનિટમાં પશુ ડોક્ટરે આવીને ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર આપી હતી. આ સેવાકાર્ય બદલ સમગ્ર વિસ્તારના લોકોએ જીવદયા કર્તવ્ય સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.