મોરબી : મોરબી રાજપુત સમાજના પુર્વ પ્રમુખ અને સમાજ અગ્રણી જયવંતસિંહ એચ. જાડેજા, જેઓ પાણી પુરવઠા ખાતામાં ફરજ બજાવે છે. તેઓને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી મળેલ છે અને મોરબી વાસ્મો યુનીટમાં યુનીટ મેનેજર (વર્ગ -1)નો વધારાનો હવાલો સોંપવામાં આવેલ છે. આ તકે પરિવારજનો તથા મિત્રો તરફથી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. (મો. નં. ૯૭૨૭૨ ૭૭૭૭૭)