જીવાણી પરિવારે દિવસ આખો ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ગમત કરી ખુશી મનાવી મોરબી : મોરબીના જીવાણી પરિવાર દ્વારા આજે કુળદીપકના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, ગરીબ બાળકોને ચોકલેટ બિસ્કિટ આપવાની સાથે સતત બીજા જન્મદિવસે જીવાણી પરિવારે દિવસભર ઝૂંપડપટ્ટીના બાળકો સાથે આનંદ કિલ્લોલ કરી દિવસ વિતાવ્યો હતો. મોરબીના નિરવભાઈ અને રીનાબેન જીવાણીના ઘેર ૩૦-૩-૨૦૧૬ના રોજ પુત્ર નિર નો જન્મ થયો હતો અને આજે નિર ની બીજી વર્ષ ગાંઠ નિમીતે જીવાણી પરિવાર દ્વારા સવારથી જ મોરબીના ભક્તિનગર સર્કલ, કેનાલ રોડ સહિતના વિસ્તારમાં આવેલી જુદી - જુદી ઝૂંપડપટ્ટીમાં જઇ બાળકોને ચોકલેટ બિસ્કિટ સહિતની વસ્તુઓ ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે જે ગત વર્ષે નિર ની પહેલી વર્ષગાંઠે પણ આજ રીતે ગરીબ પરિવારના બાળકો સાથે સમયગાળી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી,આજે નિર ના જન્મ દિવસે નિર ના પપ્પા, મમ્મીની સાથે સાથે દાદા કાંતિભાઈ અને દાદી રંજનબેન જીવાણીએ પણ દિવસભર ગરીબ બાળકો સાથે ગાળી આનંદ કિલ્લોલ સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.