હળવદ : મોરબી એલસીબીએ રૂપિયા ૨૦૦૦,૫૦૦ અને ૧૦૦ની જાલીનોટો સાથે કચ્છના મુખ્ય સૂત્રધાર સહિતને ઝડપી લીધા બાદ આજે વધુ એક શખ્સને ઝડપી લેવામાં એસઓજીને સફળતા મળી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી દ્વારા જાલીનોટ પ્રકરણમાં ચાર આરોપીઓને દબોચ્યા બાદ આ ગુન્હાના કામે પકડવાના બાકી એવા હળવદના જયદીપ કૌશિકકુમાર જોશી નામના શખ્સને રૂપિયા ૧૦૦ ના દરની ૩૮ ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી લેવામાં એસઓજી સ્ટાફને સફળતા મળી છે.