જલારામ સેવા મંડળના પ્રમુખે મોરબીની જનતાને પાઠવ્યો સંદેશ મોરબી : મોરબીના જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે મોરબીની જનતાને જાણવા જોગ સંદેશો પાઠવતા કહ્યું હતું, કે મોરબી જલારામ મંડળના કાર્યકરો ક્યારેય મંદિરના નામે બજારમાં ફાળો ઉઘરાવવા નીકળતા નથી. તાજેતરમાં ભક્તજનો પાસેથી મળતી માહિતી મુજબ અમુક લોકો જલારામ મંદિરના નામે શહેરમાં તથા મોરબીની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ફાળો એકત્રિત કરવા નીકળી પડ્યા છે, પરંતુ જલારામ મંદિર દ્વારા ક્યારેય પણ પહોંચબુક લઈને કે અન્ય રીતે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. જલારામ મંદિર દ્વારા અંતિમ સંસ્કાર, સામુહિક અસ્થિ વિસર્જન, અંતિમ યાત્રા બસ, શબવાહિની, એમ્બ્યુલન્સ સેવા, રક્તદાન કેમ્પ જેવી સેવાઓનું આયોજન કરવામાં આવે છે તથા સેવાકાર્યોમાં સહયોગીઓ પોતાનું યોગદાન આપે છે. આવે વખતે જો કોઈ વ્યક્તિ જલારામ મંદિરના નામે ફાળો કરવા નીકળે તો તે વ્યક્તિ મંદિરની નથી તેમ જાણવું અને જો કોઈ ભક્તજન ફાળો આપશે તો તેના માટે મંદિર જવાબદાર રહેશે નહીં, એમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે જણાવ્યું હતું તથા કોઈ પણ ભક્તોને જલારામ મંદિરના સેવાકાર્યમાં સહયોગ આપવો હોય તો મંદિરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news