મોરબી : પ્રવર્તમાન સમયે કોરોનાના કારણે લોકડાઉનના પગલે મોરબી જલારામ મંદિર દ્વારા અવિતર સેવાયજ્ઞ ચલાવવામા આવે છે. ત્યારે શહેરમા રહેતા સ્થાનીક આગેવાનો, ગરબી મંડળના આગેવાનો તથા રાજકીય આગેવાનો માટે એક અપીલ કરવામા આવેલ છે. જે મજબ શહેરના વિવિધ વિસ્તારમા રહેતા નિરાધાર, નિ:સહાય, અંધ-અપંગ તેમજ જરૂરીયાતમંદોનુ લીસ્ટ યોગ્ય તપાસ કરી સ્થાનિક આગેવાનોએ બનાવવાનુ રહેશે. તે તમામની સાંજના ભોજનની વ્યવસ્થા મોરબી જલારામ મંદિર દ્વારા કરવામા આવશે. શહેરના સ્થાનિક આગેવાનોએ યોગ્ય તપાસ કર્યા બાદ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી (મો. ૯૮૨૫૦ ૮૨૪૬૮) પર સંપર્ક કરવાનો રહેશે તેમજ સ્થાનિક આગેવાનોએ પોતાના વિસ્તારના જરૂરીયાતમંદોનુ ટીફીન જલારામ મંદિર ખાતેથી એકત્રિત કરી પોતપોતાના વિસ્તારમા વિતરણ કરવાનુ રહેશે. તે ઉપરાંત, ઝુંપડપટ્ટી તેમજ પછાત વિસ્તારમા ભોજન વિતરણ જલારામ મંદિરના આગેવાનો દ્વારા રાબેતા મુજબ ચાલુ રહેશે.