સર્વજ્ઞાતિય લોકોને રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયાનુ વિતરણ કરાશે મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ૧૪ જાન્યુઆરી એ મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધીયા વિતરણ નુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત 3000 કિલોથી વધુ ઉંધીયુ બનાવવામાં આવી રહ્યું છે. જલારામ મંદિરના આયોજકો દ્વારા 3 ટન ઉંધીયુ બનાવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. જે કામગીરી દરમિયાન મોરબીના આગેવાનો ભગવાનજીભાઈ (ગુરુકૃપા હોટલ) તથા કિશોરભાઈ ચંડીભમર તેમેજ ગીરીશ ઘેલાણી, કિરીટભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ઉંધીયુ ઉપરાંત શુધ્ધ ચોખા ( અમૂલ) ઘી ના અડદીયા, બદામ પાક, ગુંદર પાક ૫૦૦ ગ્રામ પેકીંગ મા સર્વજ્ઞાતિય ભક્તજનો માટે રાહતદરે ઉંધીયા વિતરણ તા. ૧૪-૧-૨૦૧૯ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન થશે.