મોરબી : શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મકર સંક્રાંતિના પર્વ નિમિતે સર્વ જ્ઞાતિય રાહત દરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધીયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે, ઉંધીયુ પ્રતિ કીલો રૂ. ૭૦ લેખે કન્ટેનર પેકીંગ મા ઉપલબ્ધ રહેશે. રાહત દરે ચટાકેદાર ઊંધિયું મેળવવા માટે એડવાન્સ બુકીંગ આવશ્યક છે એ માટે, ૧. બુટ ભવાની પ્રોવિઝન- અરૂણોદય નગર- સામાકાંઠે- મોરબી ૨. દરિયાલાલ પાન- સામાકાંઠે- મોરબી ૩. હરીશ ભાઈ ડી. રાજા- સરદાર રોડ- મોરબી ૪. પરમાર ઈલેક્ટ્રીક- પોસ્ટ ઓફીસ સામે- મોરબી. ૫. દરિયાલાલ આલુ ભંડાર- શાક માર્કેટ- મોરબી. ૬. સુરેશ કાપડ ભંડાર- જેઈલ રોડ- મોરબી ૭. અશોક પ્રોવિઝન- ભવાની ચોક- મોરબી. ૮. પુજારા સિઝન- મિલન પાર્ક- વાવડી રોડ- મોરબી ૯. રાજુ ભાઈ ગીરનારી- લોહાણા પરા તથા જલારામ પાર્ક- નવલખી રોડ- મોરબી.૧૦. જલારામ પ્રાર્થના મંદીર- અયોધ્યાપુરી રોડ- મોરબી ખાતે બુકીંગ કરાવી શકશે. બુકીંગ તા-૧-૧-૨૦૧૮ થી ૧૧-૧-૨૦૧૮ સુધી ઉપરોક્ત સ્થળે કરવામા આવશે. તે ઉપરાંત રાબેતા મુજબ શુધ્ધ ઘી ના સુકામેવા થી ભરપુર અડદીયા તેમજ બદામપાક અને ગુંદરપાકનુ વિતરણ સમગ્ર શિયાળા દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે તેના માટે એડવાન્સ બુકીંગની આવશ્યકતા નથી દરરોજ તાજા મળશે. ઉલ્લેખનીય છે કે જલારામ પ્રાર્થના મંદીર- રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ની સર્વજ્ઞાતિય સેવાઓ ૧. બીન વારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, ૨. સામુહીક અસ્થિ વિસર્જન, ૩. એમ્બ્યુલન્સ સેવા, ૪. અંતિમ યાત્રા બસ, ૫. વૈકુંઠ રથ સેવા, ૬. શબ વાહીની સેવા, ૭. પ્રાર્થના હોલ, ૮. બ્લડ ડોનેશન, ૯. પદયાત્રીઓ ની સેવા, ૧૦. દરરોજ સાંજે સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ કરાવવામાં આવે છે. ઉંધીયુ, અડદીયા, બદામ પાક, ગુંદરપાક વિતરણ સર્વજ્ઞાતિય રાહત દરે કરવામા આવી રહ્યુ છે. જેમા વધતી રકમનો સદુપયોગ ઉપરોક્ત સેવામા કરવામા આવનાર હોવાનું જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયુ છે.