સદગત પિતાની સ્મૃતિમાં લોહાણા અગ્રણી મહિલા દ્વારા સેવાકાર્ય મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં સદગત પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી રઘુવંશી ક્રાંતિ મંચના મહિલા અગ્રણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.. સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષિણીની પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.નવલચંદભાઈ પ્રાણજીવનભાઈ દક્ષીણીની પૂણ્યતિથી નિમિતે તેમના પુત્રી રઘુવંશી ક્રાંતિમચના મોરબી જીલ્લાના મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા ધર્મપત્નિ ધીરજબેન દક્ષિણી દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી હતી. આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી,ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.