મોરબીમાં વિશિષ્ટ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાશે જલારામ મંદિરે પ્રભાતધૂન, અન્નકુટ્ટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા આવતીકાલે તા. 11ના રોજ જલારામ જયંતિ નિમિત્તે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવશે. જલારામ મંદિર ખાતે પ્રભાતધૂન, અન્નકુટ્ટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિ વર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવે છે. છેલ્લા ૧૧ વર્ષના કાર્યક્રમ ઉપસ્થિત રહેલ વિશેષ વ્યક્તિઓમાં મનોવિકલાંગ બાળકો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, અંધજનો, ભિક્ષુકો, શહીદ પરિવાર, વૃધ્ધાશ્રમ ના વડીલો, અનાથાશ્રમની બાળાઓ, કીન્નરો, મહીલા ટ્રાફીક બ્રિગેડ, શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ અને કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ફાયર બ્રિગેડના જવાનોનો સમાવેશ થાય છે. પ્રવર્તમાન વર્ષે પણ આવતીકાલે સવારે ૧૧:૩૦ કલાકે આવા જ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. જે સરપ્રાઈઝ રાખવામા આવેલ છે. આવતીકાલે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતિ નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમોમાં સવારે ૬:૩૦ કલાકે પ્રભાતધૂન, સવારે ૯:૩૦ કલાકે અન્નકુટ્ટ દર્શન, સવારે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી, બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૫ કલાકે વૈદિક યજ્ઞ, સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદ રાખેલ છે. આ તકે ભાવિકોને સહપરિવાર પધારવા તથા પ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યુ નિમંત્રણ યાદીમાં આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..