મોરબી : મોરબીમાં જલારામ મંદિર દ્વારા તંત્રની સુચનાથી ન્યુ ટાટાનગર, નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી માનવતા મહેક પ્રસરાવવામાં આવી હતી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તંત્રની સુચનાથી સંભવિત વાવાઝોડાને પગલે ન્યુ ટાટા નગર નવલખી ખાતે સ્થળાંતરીત કરાયેલ ૪૩૩ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી. આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, નંદલાલ રાઠોડ, કાળુભાઈ પટેલ (જેપુર), અમિત પોપટ, અનિલ પોપટ, દીનેશ સોલંકી સહીતના આગેવાનો જોડાયા હતા. જ્યાં સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યાં સુધી તંત્રની સાથે રહી દરેક પરિસ્થિતીને પહોંચી વળવા ભોજન તેમજ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામા આવશે તેમ જલારામ સેવા મંડળના સંસ્થાના પ્રમુખ નિર્મિત કક્કડ સહીત અગ્રણીઓએ યાદીમાં જણાવ્યુ છે.