મોરબીમાં ચાલીસ વર્ષ બાદ ઘટેલી ઘટના : બા.બ્ર.પૂ.હીરાબાઈ મહાસતીજીની ધોળેશ્વર સ્મશાનગૃહમાં અંતિમવિધિ મોરબી : મોરબીમાં ચાતુર્માસ ગાળવા આવેલા લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શિરોમણી વિદ્યાનંદી પ.પૂ.ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પરમ પૂજ્ય લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર.પૂ.હીરાબાઈ મહાસતીજી નાદુરસ્ત તબિયત બાદ આજે કાળધર્મ પામતા બપોરે અબીલ ગુલાલની છોળો વચ્ચે તેમની પાલખીયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો જોડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાતે ચાતુર્માસ ગાળવા આવેલા લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શિરોમણી વિદ્યાનંદી પ.પૂ.ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પરમ પૂજ્ય લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર.પૂ.હીરાબાઈ મહાસતીજીની તબિયત છેલ્લા એક માસથી નાદુરસ્ત રહેતી હતી અને આજે સવારે 9.30 કલાકે કાળધર્મ પામ્યા હતા. તેઓની પાલખી યાત્રા બપોરે 3.30 કલાકે મોરબીના પ્લોટ ઉપાશ્રયથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન જૈનેતરો જોડાયા હતા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીમાં લગભગ ચાલીસ વર્ષ બાદ જૈન સમાજના મહાસતીજી કાળધર્મ પામ્યા હોવાનું જૈન સમાજના અગ્રણીઓએ જણાવી બા.બ્ર.પૂ.હીરાબાઈ મહાસતીજીની ધોળેશ્વર સ્મશાનગૃહમાં વિધિ વિધાન પૂર્વક અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જૈનસમાજ દ્વારા જણાવાયું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34495,34496,34497']