મોરબી : કાળઝાળ ગરમીમાં કેદીઓ ઠંડુ પાણી પીને ઠંડક મેળવી શકે તે માટે મોરબીની ઇન્ડિયન લાયન્સ કલબ અને લાયોનેસ ક્લબ દ્વારા જેલને રેફ્રિજરેટર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જેલર ગઢવીભાઈએ ક્લબના આ માનવતાવાદી વલણની સરાહના કરી હતી. મોરબી ઇન્ડિયન લાયન્સ કલબ અને લાયોનેસ કલબે આજે સબ જેલ ના કેદીઓ માટે રેફ્રીજરેટર અર્પણ કરીને માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કર્યું છે. અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇન્ડિયન લાયન્સ કલબ અને લાયોનેસ કલબે કાળઝાળ ગરમીને ધ્યાને લઈને જેલને રેફ્રિજરેટર આપ્યું છે. કલબના હોદ્દેદારોએ જેલર ગઢવીભાઇને સ્વીકૃતી પત્ર આપી રેફ્રિજરેટર અર્પણ કર્યું હતું. ત્યારે જેલરે કલબના આ સેવકાર્યની સરાહના કરી હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.