મોરબી : ગુજરાત સરકાર દ્વારા જેલ વિભાગના કર્મચારીઓને આજરોજ પ્રોત્સાહન પેકેજ અને અન્ય પથ્થર આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મોરબી સબ જેલના કર્મચારીઓએ આ નિર્ણયને વધાવીને ઉજવણી કરી હતી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે મોરબી સબ જેલના કર્મચારીઓએ એક બીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.આજે જેલ વિભાગ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ જેલ સહાયક, સિપાઇ, હવાલદાર અને સુબેદારનો સ્પે પેકેજમાં (પગાર વધારો) સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મોરબી સબ જેલના આ તમામ કર્મચારીઓએ રાજ્ય સરકાર, ગૃહ વિભાગ, જેલોના વડા ડો. કે.એલ. એન. રાવનો અને જેલ સત્તા અધિકારીઓનો આભાર માન્યો હતો. સાથે જ સૌને મોરબી સબ જેલના કર્મચારીઓ તથા પરિવાર તરફથી દિવાલી અને નવ વર્ષની શુભકામના પાઠવી હતી.