મોરબી : મોરબીમાં ઘુંટુ રોડ પર કારખાના નજીક એક શખ્સે જ્વલંતશીલ પદાર્થ છાંટી સળગી જવાનો પ્રયાસ કરતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પ્રેમસંબંધ મામલે યુવકે આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જેના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. ગત તા. 10ના રોજ મોરબીના જૂના ઘુંટુ રોડ પર ટોરેન્ટો સીરામીકના ગેટ પાસે પ્રવિણસિંહ મંગળસિંહ (ઉ.વ. આશરે 25, રહે. મોરબી) પોતાના પર કેરોસીન જેવુ પ્રવાહી છાંટી સળગી ગયા હતા. જેનું ટૂંકી સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પ્રવિણસિંહને રામુડીબેન સવશીંગભાઇ ગુલીયાભાઇ મુણીયા (ઉ.વ. 51, ધંધો મંજૂરી, રહે. ટોરેન્ટો સીરામીકની બાજુમાં, જુના ઘુટુ રોડ પર, મુળ રહે. ખેડુ, તા. રણાપુર, જી. જાબુઆ (મધ્યપ્રદેશ)) છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ હતો. પ્રવિણસિંહ અને રામુડીબેન સાથે કામ કરતા હતા. પ્રવિણસિંહ વ્યસની હતા અને રામુડીબેન સાથે તેને વારંવાર ઝઘડા થતા હતા. તેમજ રામુડીબેનને સંતાનો નાના હતા. જેથી, તેણે મૃતક સાથેના સંબંધો મુકી દિધેલ હતા. તેમજ તેની સાથે કામે જવાનુ બંઘ કરી દીધું હતું. આ બાબતે પ્રવિણસિંહને લાગી આવ્યું હતું. અને લાગણીવશ થઈને તેમને અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.