મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આઇસર ચાલકે મોટર સાયકલ સવાર દંપતીને હડફેટે લેતા આ અકસ્માતમાં પતિને ઇજાઓ પહોંચી હતી જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ લગધીરપુર રોડ સત્યમધનજીભાઇ મોતીભાઇ ડાભી જાતે-સતવારા ઉ.વ-૫૦ ધંધો-ખેતી રહે, લગધીરપુર વાળા પોતાના પત્ની સાથે જતા હતા ત્યારે સત્યમ સીરામીક સામે ઘૂંટુ સીમમાં આઇસર નં GJ-10-W-5085 નો ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના મો.સા નં GJ-03-HL-4841 ને સામેથી હડફેટે લઇ પછાડી દેતા ફરીયાદીને હાથે છાતીના ભાગે ઇજા પહોંચતા પાંસરામાં ફેક્ચર થયુ હતું તથા ફરીયાદીના પત્ની હીરાબેન ઉ.વ-૪૫ ને છાતી વાંસામાં શરીરે ગંભીર ઇજા થતા ક્રિષ્ના હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા જ્યાં મરણ પામ્યા હતા. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આઇસર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.