બીપી લો થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા, પણ સારવાર કારગત ન નિવડતા અંતિમ શ્વાસ લીધા : કાલે મોરબીમાં અંતિમયાત્રામોરબી અપડેટ: મોરબીના લોખંડના વેપારી ધાર્મિક નગરી એવા ઋષિકેશ ખાતે ગયા હતા. જ્યાં તેઓનું આકસ્મિક નિધન થયું છે. એકદમ સ્વસ્થ વેપારીનું અચાનક બીપી લો થયા બાદ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર કારગત ન નિવડતા તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં લોખંડના વ્યવસાય સાથે જોડાયેલા વિમલભાઈ સુરેશભાઈ જોશી (ઉં.વ. 49) તેમના મામાના દીકરા ભાઈ સહિતના સંબંધીઓ સાથે ઋષિકેશ ગયા હતા. જ્યાં ગત રાત્રીના સમયે અચાનક તેમની તબિયત બગડી હતી અને બીપી લો થઈ ગયું હતું. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તેમના ભાઈ પણ ગઈકાલે રાત્રે જ મોરબીથી ઋષિકેશ પહોંચવા રવાના થયા હતા. જોકે, તેઓ ઋષિકેશ પહોંચે તે પહેલા જ આજ રોજ સવારે વિમલભાઈ જોશીનું હોસ્પિટલના બિછાને દુઃખદ અવસાન થયું હતું. હાલ સદગતના પાર્થિવ દેહને ફ્લાઇટ અને બાદમાં બાય રોડ મોરબી લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે તેમના પરિવાર, સ્નેહીજનો, મિત્રવર્તુળમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે તેઓ સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા) ના પુત્ર, દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા, હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને પત્રકાર હરનિશભાઈ જોશીના સાળા થતા હતા. સદગત વિમલભાઈની સ્મશાન યાત્રા આવતીકાલે તારીખ 01-10-2026, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. તેમના અકાળ નિધનથી પરિવાર અને લોખંડ બજારના વેપારીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #VimalbhaiJoshi #Rishikesh #SadNews