મોરબી : મોરબીની સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા મોરબી જીલ્લામાં રેલ્વેની ફાજલ જમીન યોગ્ય ઉપયોગ હેતુ માટે ફાળવવા અંગે વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનના જનરલ મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે મોરબીમાં રેલ્વે ડીપાર્ટમેન્ટની ખુબ જ મોટા ક્ષેત્રફળવાળી જમીન ફાજલ પડેલ છે. સામા કાઠે જ્યાં પહેલા વર્કશોપ હતો તે જગ્યા હાલમાં વપરાશ વગરની પડતર પડેલ છે. જો આ જગ્યા લખધીરજી એન્જીનીયરીંગ કોલેજને આપી દેવામાં આવે તો તેનો સદઉપયોગ થાય તેમ છે. અથવા ગુજરાત સરકારેને ફાળવી દેવામાં આવે તો પણ સરકારી કામ સબબ તેનો ઉપયોગ થઇ શકે તેમ છે. નહીતર આ જગ્યા પર આવારા તત્વો દ્વારા દબાણ કરવામાં આવશે અને સરકારની કીમતી જમીન બરબાદ થઇ જશે, પછી આ જગ્યા ખાલી કરાવવી પણ મુશ્કેલ થઇ જશે. સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા ઉપરોક્ત જગ્યા બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લઇને ઘટતું કરવા વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત વિધાનસભા નેતા પરેશભાઈ ધાનાણી, મોરબી જિલ્લા કલેકટર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરવામાં આવી હતી.