મોરબી : મોરબીના સિમેન્ટ ચોરી પ્રકરણમાં અરજીના આધારે યોગ્ય તપાસ કરવા ગૌરાંગભાઈ કાનગડ નામના વ્યક્તિએ એસપીને રજુઆત કરી છે. જેમાં.જણાવાયું છે કે બી ડિવિઝન પોલીસ મથકમાં તેઓએ તા.15/10/2019ના રોજ અરજી આપી હતી. એક મહિના બાદ તેઓને નિવેદન આપવા માટે બોલાવાયા હતા. તેમ છતાં એક મહિના બાદ કોઈ જવાબ ન મળતા તા.3/2/2020ના રોજ યાદી અરજી આપી હતી. અને ફરી નિવેદન લેવામાં આવ્યું હતું. વધુમાં જણાવાયું હતું કે ફરિયાદીએ રજૂ કરેલા બિલ ખોટા છે. કોમ્પ્યુટરમાં બનાવેલા બિલના આધારે તેઓની ઉપર 420ની કલમનો ગુનો બનાવેલ છે. પોલીસે જે મુદ્દામાલ પકડ્યો તો નોન ટ્રેડ સિમેન્ટ છે. જ્યારે ફરિયાદીએ જે બિલ રજૂ કર્યા તે ટ્રેડ બિલના છે. તો આમાં સાંધી સિમેન્ટના અધિકારીના નિવેદન લેવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. અંતમાં જણાવાયું હતું કે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લઈને ન્યાય આપવામા આવે તેવી માંગ છે.