મોરબી : મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા મોરબી જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવેલ છે કે ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળો જિલ્લા કલેકટર કચેરી, મામલતદાર કચેરી ખાતે આવેલ MSK મતદાર સહાયતા કેન્દ્રો (VFC) જનસુવિધા કેન્દ્રો (CSC) પરથી જ મેળવવા તથા નિયત કરેલ રકમ રૂ.૩૦/- ચુકવવાથી મેળવી શકાશે. વધુમાં, કલેકટરે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ બિનઅધિકૃત સ્થળેથી કે મતદારયાદીના ડેટા સાથે ગંભીર ચેડા કરીને કે અમુક પ્રકારના સોફટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત /ગેરકાયદેસર રીતે ચુંટણીકાર્ડ કાઢી આપવાના કિસ્સા જો કોઈ પણ રીતે ધ્યાનમાં આવે તો જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને કલેકટર, મોરબીની કચેરી ફોન નં.૦૨૮૨૨-૨૪૦૭૯૩, ઈ-મેઈલ- dydeo.morbi1@gmail.com પર જાણ કરવા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate