દાદીની ઈચ્છા પુરી કરી વૃદ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી પૌત્રીનાં જન્મદિવસની ઉજવણી કરાઈમોરબી: મોરબી રેલ્વે ઈલેક્ટ્રિક વિભાગનાં કર્મચારી રાકેશભાઈ જશવંતરાય દવે (બકાભાઈ) દ્રારા પૌત્રી મીષીકાનાં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમા ગત તા. 09/10/2025નાં રોજ રાકેશભાઈનાં પત્ની શીલાબેનનું અવસાન થયું હતું. ત્યારબાદ પૌત્રી મીષીકાનો તા. 22/11/2025નાં રોજ મીષીકાનો પ્રથમ જન્મદિવસ હોય દાદીની ઈચ્છા પ્રમાણે પૌત્રીમાં બાળપણથી જ સેવા અને પરોપકારનાં ગુણ કેળવાય અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન થાય એવા શુભ આશયથી વૃધ્ધાશ્રમમાં વડિલોને ભોજન કરાવી વડિલોનો આશીર્વાદ મેળવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અને આ સાથે જ બાળકોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફની દોડ છોડી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર તરફ પાછા વળવા, સદાચાર અને વડિલોની સેવા જેવા કાર્યો તરફ વળવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.